જમવાની થાળીમાં જમવાની વસ્તુ સાથે જુદા જુદા અથાણા જેવા કે વઘારેલા મરચા કોબી નો સંભારો લીલી ચટણી પત્તા કોબીજ કાકડી ટમેટા નું સલાડ સાથે પાપડ અને છાશ આપણે ગુજરાતીઓ ને જોઈએ જ છે.

આજે મેં ટીંડોરાનુ સંભારીયુ અથાણું બનાવ્યું છે. કેરીની સિઝનમાં જેમ આપણે કાચી કેરી બારીક કટકી કરી અને અથાણું બનાવીએ છીએ. પણ અમુક સિઝનમાં કેરી મળતી નથી. ટીંડોરા તો બારે મહિના મળે છે. તો આપણે ટીંડોળા નું અથાણું પણ તેવું જ બનાવી શકીએ છીએ. બહુ જ ઓછી વસ્તુમાંથી,લૃ અને ઝડપી બનતું આ ટેસ્ટી અથાણું છે.
સામગ્રી:-
સો ગ્રામ ફ્રેશ ગ્રીન પતલા ટીંડોરા
ચાર ચમચી મેથીનો સંભાર
બે ચમચી તેલ
બે ચમચી લીંબુનો રસ

રીત:-
પહેલા ટીંડોરા ને બરાબર પાણીથી ધોઈ લેવા પછી ટીંડોરા ના બારીક પીસી કરી લેવા. અથવા લાંબી ચીરી કરી લેવી. જે પસંદ હોય તે.
એક બાઉલ લઇ, અને તેમાં બારીક સમારેલા ટીંડોરા એડ કરવા .તેમાં મેથી સાંભાર એડ કરવો. અને પછી તેમાં તેલ એડ કરવું .અને છેલ્લે લીંબુ એડ કરવું.

ચમચીથી બધું બરાબર મિક્સ કરી લેવું. અને જો જરૂર લાગે તો જ મીઠું એક કરવુ અને બરાબર મિક્સ કરીને સર્વિંગ બાઉલમાં અથાણા ને કાઢી લેવું.
આપણું ટીંડોળાનુ ટેસ્ટી અથાણું તૈયાર છે. આ અથાણું રોટલા, રોટલી, થેપલા, ભાખરી, પરાઠા, પુરી, તથા અને દાલ અને ભાત દરેક સાથે સરસ લાગે છે.

રેસિપી & ફોટો સૌજન્ય:- જ્યોતિબેન શાહ