સ્વીટ કોર્ન સૂપ

0
16

કોર્ન સૂપ આપણે ઘણી વાર ઘેર બનાવ્યુ હોય, બહાર પણ ટેસ્ટ કર્યા જ હોય અમૂક-તમુક હોટલ ક્લબના ખાસ વખાણાતા પણ હોય, વળી પોર્શન પણ મોટા આવતા હોય કે એક વખત પીતા પેટ ભારે થઈ જાય, કારણ તેમા પડતી હેવી સામગ્રીને અહીં મેં એકદમ સરળ રીતે હલકો ફુલકો ખાધા પછી મહેસુસ કરાવે તેવો ગરીબડો સૂપ બનાવ્યો છે.

સામગ્રી:-

મેં અહી બે સ્વીટકોર્ન વાપર્યા છે

કેપ્સીકમ ત્રણે કલરના અર્ધા બારીક કાપેલ

આદુનું છીણ

કાંદો એક બારીક કાપી

ગાજર

ફણસી

બધાજ વેજીટેબલ બારીક કાપેલ

એક ચમચી પીસેલ સાકર

મરી પાવડર

મીઠું

રીતઃ-

દોઢ મકાઈના ડોડાના દાણા કાઢી મિક્સીમા પાણી વગર કરકરુ પીસી લેવુ, બાકીનાને દાણા કઢી બાજુપર રાખવા. ગેસ પર પેન મૂકી તેમાં પહેલા મકાઇનો માવો નાખી બેથી અઢી ગ્લાસ પાણી નાખી હલાવતા રહેવુ, ત્યારબાદ એક ઉકાળો આવે એટલે ધીમે ધીમે એક પછી એક કાપેલ વેજીટેબલ નાખતા જવું, પહેલા ગાજર ચડતા સમય જાય, બાદ બધા વેજીટેબલ નાખી ઉકાળો.

અહીં મે લીલી હળદર, આદુ, બારીક મરચુ, મરી પાવડર, મીઠું નાખી ઉકળવા દેવું સતત હલાવવું જેથી નીચે બેસે નહીં. એકદમ કલર ફૂલ સૂપ દેખાય, જોઈને જ પીવાનુ મન થઈ જાય. એક ખાસ બાબત મે અહીં સૂપમા તેલ, ઘી કે માખણ વાપર્યું જ નથી. આ સાથે ગરમા ગરમ ફ્રેન્ચ ગાર્લીક બ્રેડ સાથે પણ ટેસ્ટી લાગે છે.

રેસિપી & ફોટો :- સ્પંદન પારેખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here