શિયાળુ રગડા પેટીસ: કંદ અને લીલા વટાણાંની સ્ટફ્ડ રગડા પેટીસ

0
6

સુકા વટાણાની રગડો અને બટેટા ની પેટીસ ખાધી હશે. રગડા પેટીસ ને મેં આજે ટિવસ્ટ આપી શિયાળુ સ્પેશ્યિલ બનાવી છે. મે સુકા વટાણા ની બદલે લીલા વટાણા, બટાટા ની બદલે કંદ, લીલું લસણ, તાજા લાલ મરચા નો ઉપયોગ કરી ને બનાવેલ છે.

સામગ્રી:-

રગડા બનાવા માટે :-

500 ગ્રામ લીલાં વટાણા

એક નંગ બાફેલું બટેટું

5 ચમચી તેલ

1/4 ચમચી હિંગ

1/2 +1/2 ચમચી હરદર

સ્વાદ અનુસાર મીઠું

5 ચમચી આદુ મરચા અને લીલા લસણ ની પેસ્ટ

2 નંગ ટામેટા & 2 નંગ તાજા લાલ મરચાની પેસ્ટ

2 ચમચી ધાણાજીરું પાવડર

1ચમચી લાલ મરચું પાવડર

2 ચમચી ગરમ મસાલો

બારીક સમારેલી કોથમરી

પેટીસ બનાવવા માટેની સામગ્રી:-

500 ગ્રામ કંદ

સ્વાદ અનુસાર મીઠું

બે ચમચી કોર્ન ફ્લોર

પેટીસ ના સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી:-

1/2 કપ લીલુ લસણ

8 થી 10 તીખી લીલી મરચી

એક મોટો ટુકડો આદુનો

૧ નંગ લીલું નાળિયેર

૨ નંગ બાફેલા બટેટા

4 ચમચી તલ

1/4 કપ બારીક સમારેલી કોથમરી

સ્વાદ અનુસાર મીઠું

મીઠી ચટણી બનાવવા માટે ના સામગ્રી:-

250 ગ્રામ ખજૂર

50 ગ્રામ આંબલી

50 ગ્રામ ગોળ

1 ચમચી ધાણાજીરૂ

3 ચમચી મરચું પાઉડર

સ્વાદ અનુસાર મીઠું

જરૂર મુજબ પાણી

લીલી ચટણી બનાવવા માટે ના સામગ્રી:-

1/4 કપ લીલુ લસણ

1/2 કપ ફુદીનો

1/2 કપ કોથમરી

સ્વાદ અનુસાર મીઠું

4 નંગ તીખા લીલા મરચા

1 નંગ લીંબુ

લસણની ચટણી બનાવવા માટે ના સામગ્રી:-

15 થી 17 લસણની કળીઓ

3 થી 4 નંગ તાજા લાલ મરચા

સ્વાદ અનુસાર મીઠું

૩ ચમચી તેલ

રગડા પેટીસ સાથે સર્વ કરવા માટે:-

મસાલા સીંગ, સેવ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલી કોથમરી

બનાવવાની રીત:-

રગડો બનાવવાની રીત:- સૌ પ્રથમ લીલા વટાણાને સાફ કરી ધોઈ લો. કુકરમાં પાણી મૂકી તેમાં હળદર અને મીઠું નાખી ૩ થી ૪ વિસલ કરી વટાણા ને બાફી લો. કડાઈમાં તેલ લઈ,તે ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગનો વઘાર કરો. હવે તેમાં લીલા લસણ, આદુ -મરચાની પેસ્ટ સાતળો, પેસ્ટ સતરાઇ ગયા બાદ તેમાં તાજા લાલ મરચા અને ટામેટાની પેસ્ટ નાખો.

પેસ્ટ માંથી તેલ છૂટું પડે ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા, લાલ મરચું પાવડર ,ધાણાજીરું, ગરમ મસાલો , હળદર અને ૧ નંગ બાફેલા બટેટાને હાથેથી મેશ કરીને નાખો. થોડા વટાણા ને પણ મેશર થી મેશ કરી દો. ધીમા તાપે રગડા ને ઊકળવા દો. સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તૈયાર છે લીલા વટાણા નો રગડો.

પેટીસ બનાવવા માટે ની રીત:- સૌ પ્રથમ કંદ ની છાલ કાઢી તેને ધોઈ લો. કંદ ને કુકર માં કાંઠો મૂકી તેના પર ચારણી મૂકી વરાળથી ત્રણથી ચાલ વિસલ કરીને મીઠું નાખીને બાફી લો. કંદ બફાય ગયા બાદ તેમાં જરૂર લાગે તો થોડું મીઠું અને કોર્નફ્લોર નાખી અને સરસ મેશ કરી લો.

પેટીસ ના સ્ટફિંગ માટે લીલા નાળિયેરને નાની ખમણી વડે ખમણી લો. હવે તેમાં બાફેલા બટેટા, બારીક સમારેલી કોથમરી ,લીલા લસણની પેસ્ટ ,આદુ -મરચાની પેસ્ટ ,તલ અને મીઠું નાંખી મસાલો તૈયાર કરો. મસાલામાંથી નાની-નાની ગોળીઓ વાળી લો. હવે કંદ ના મિશ્રણ માં બનાવેલા લીલા નાળિયેર સ્ટફિંગ કરી પેટીસ બનાવી લો. પેટીસ ને તેલમાં તળી લો. (આ પેટીસ સેલો ફ્રાય પણ સરસ લાગે છે અને મેં અહીં તળી છે) તો તૈયાર છે કંદની સ્ટફ પેટીસ.

મીઠી ચટણી બનાવવાની રીત :- ખજૂર અને આમલીના ઠળિયા કાઢી સાફ કરી લો. ખજૂર આમલી અને ગોળ ને પાણીમાં બેથી ત્રણ કલાક માટે પલાળી દો. હવે એક મિક્સર જારમાં પલાળેલું મિશ્રણ ,લાલ મરચું પાવડર ,ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરો. હવે તેમાં જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મીઠી ચટણી તૈયાર કરો. તૈયાર છે ખજૂર આમલી ગોળ ની મીઠી ચટણી

લીલી ચટણી બનાવવા માટેની રીત:- સૌ પ્રથમ કોથમરી , ફુદીનો અને લીલું લસણ ને સાફ કરી બારીક સમારી લો. મરચાં અને આદુંને બારીક સુધારી લો. મિક્સર જારમાં બધું મિક્સ કરી તેમાં મીઠું અને લીંબુ નાખી ચટણી તૈયાર કરો. તૈયાર છે લીલી ચટણી

લસણની ચટણી બનાવવા માટેની રીત:- લસણ ની કળરી ને ફોલીને તૈયાર કરો કરી લો, તાજા લાલ મરચાને બારીક સમારી લો. હવે એક મિક્સર જારમાં તાજા લાલ મરચા, લસણ, મીઠું નાખી ચટણી તૈયાર કરો. હવે આ ચટણી ઉપર તેલ ગરમ કરી તેલનો વઘાર કરો. તો તૈયાર લસણની ચટણી

રગડા પેટીસનું પ્લેટીંગ:- હવે એક પ્લેટ માં બનાવેલો રગડો લો, ઉપર પેટીસ મુકો. હવે પેટીસ ઉપર મીઠી ચટણી, લીલી ચટણી અને લસણની ચટણી સ્વાદ અનુસાર ઉમેરો. હવે ઉપર બારીક સમારેલી કોથમરી, ડુંગળી ,મસાલા સીંગ અને સેવ નાખીને ગાર્નિશિંગ કરો. તૈયાર છે શિયાળામાં સરળતાથી મળી રહેતા શાકભાજી જેવા કે કંદ, લીલા વટાણાં, લીલુ લસણ, અને તાજા લાલ મરચાંનો ઉપયોગ કરીને શિયાળુ સ્પેશિયલ રગડા પેટીસ બનાવેલ છે.

રેસિપી & ફોટો સૌજન્ય:- બંસી કોટેચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here