મેથી નો ભૂકો

0
16

મેથીના થેપલા આપણે નાસ્તા માટે બનાવતાં હોય છે. આ પણ એ જ સામગ્રી લઇ બનતી વાનગી છે જે ખૂબ સરસ લાગે છે.

સામગ્રી:-

2 કપ મેથી ની ભાજી

1/2 કપ ઘઉંનો જાડો લોટ

1/2 કપ ઘઉંનો ઝીણો લોટ

1/4 કપ જુવારનો જાડો લોટ

1/4 કપ જુવારનો ઝીણો લોટ

2 ચમચી રાગીનો લોટ (નાખવો હોય તો)

2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1 +1/2 ચમચી આદુની પેસ્ટ

1 ચમચી હળદર

1/2 ચમચી લાલ મરચું પાઉડર

2 ચમચી દહીં

4-5 ચમચી તેલ લોટ બાંધવા

1 ચમચી તલ

સ્વાદાનુસાર મીઠું

7-8 ચમચી તેલ

રીત:-

સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી કઠણ લોટ બાંધી લો. 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બાંધેલો લોટ ઉમેરો અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે લોટ ફેરવી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો.

હવે લોટમાં તવેતાથી મિક્સ કરી લોટ છૂટો કરી ધીમા તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી ઢાંકીને થવા દો. તૈયાર થયેલા ભૂકાને બાઉલમાં કાઢી લો.

ફોટો & રેસિપી:- ઉર્મીબેન દેસાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here