મગની દહીં વાળી સદડી દાલ

0
16

હંમેશા સવારે જમવામાં ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી દાળ બનતી હોય છે. ત્યારે ઠંડીની સીઝનમાં અને વરસાદ માં સાંજે આ ડાલ, અને છૂટો ભાત, પાપડ, અને અથાણા ,સાથે સાંજનું ભોજન સંપૂર્ણ થાય છે.

સામગ્રી:-

એક વાટકો મોગર મગની દાળ

2 ચમચા તેલ

અડધી ચમચી રાઈ

અડધી ચમચી જીરૂ

2 લવિંગ

એક તજનો ટુકડો

2 લીલા મરચા

સાત થી આઠ કડી પત્તા

પા ચમચી હિંગ

અડધું ટમેટૂ ટુકડા કરેલું

એક ચમચી લાલ મરચું કશ્મીરી

અડધી ચમચી હળદર

અડધી ચમચી ધાણાજીરૂ

પ્રમાણસર મીઠું

એક વાટકી દહીં

ગાર્નિશ માટે કોથમીર

રીત:-

પ્રથમ દાળને ત્રણ વાર ધોઈને ,૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખવી. અને પલળી જાય પછી, કુકરમાં એક વાસણમાં મૂકી ને, ત્રણ વિસલ કરી ગેસ બંધ કરી દેવો.

ગેસ ચાલુ કરીને તેના ઉપર એક પેન મુકો. અને તેમાં તેલ એડ કરવું. તેમાં રાય, જીરુ, તજ, લવિંગ, લીલુ મરચું ,તથા કડી પત્તા એડ કરવા અને તેમાં હિંગ એડ કરવી.

આ વઘાર થઈ જાય એટલે તેમાં દહીં એડ કરી દેવું. અને તે દહીંમા બધો મસાલો હળદર, ધાણાજીરુ, મરચું, અને મીઠું એડ કરવું. અને પછી તરત જ તેમાં દાળ એડ કરવી અને જરૂર મુજબ પાણી એડ કરવું પછી દાલને ઉકળવા દેવી.

પાંચ થી સાત મિનિટ ઉકળી જાય .એટલે ગેસ બંધ કરવો. પછી સર્વિંગ બાઉલમાં કાઢી .અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવી. આ દાલ રોટલી ,રોટલા, પરાઠા, ભાખરી, તથા ભાત સાથે સરસ લાગે છે.

રેસિપી & ફોટો સૌજન્ય:- જ્યોતિ શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here