લીલવા ઢોકળી નું શાક

0
7

શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.

અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે.

સામગ્રી:-

300 ગ્રામ પાપડી લીલવા (બાફી લેવા)

શાક માટે:-

1 +1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1 ચમચી આદુની પેસ્ટ

1 ચમચી લસણની પેસ્ટ

1 ચમચી હળદર

1 ચમચી રાઈ

1/2 ચમચી અજમો

ચપટી હિંગ

5-7 ચમચી તેલ

2 ચમચી સમારેલી કોથમીર

3 ચમચી સમારેલું લીલું લસણ

2-3 ચમચી સમારેલી મેથી ની ભાજી

સ્વાદાનુસાર મીઠું

ઢોકળી માટે:-

1 કપ ઘંઉનો ઝીણો લોટ

1 કપ જુવારનો ઝીણો લોટ

2 ચમચી ઘંઉનો જાડો લોટ

2 ચમચી જુવારનો લોટ

3 ચમચી ચોખાનો લોટ

1 કપ સમારેલી મેથી ની ભાજી

2 ચમચી દહીં

1 +1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1 ચમચી આદુની પેસ્ટ

1 ચમચી ક્રશડ અજમો

1 ચમચી હળદર

5-7 ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

રીત:-

સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. ઢોકળી માટે એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો. 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

હવે શાકનો મસાલો કરી લો. એક જાડા તળિયા વાળા પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,અજમો અને હિંગ ઉમેરી મસાલા સાથે શાક ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે 500 મિલી પાણી ઉમેરી ઉકાળવા દો.

હવે ઢોકળીના લોટને ફરીથી એકવાર મસળીને નાના નાના ગોળા વાળી દબાવી ને તૈયાર કરી લો. એક થી બે ગોળા બાજુ પર રાખી 1/2 કપ પાણી ઉમેરી દો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળી મૂકી દો. પ્રથમ 10 મિનિટ સુધી ફાસ્ટ ફ્લેમ પર થવા દો. ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી મિડીયમ ફલેમ પર થવા દો.

હવે લોટ વાળું આ પાણી ઢોકળીના શાક માં ઉમેરી બરાબર મિકસ કરી લો. જેથી રસો ઘાટ્ટો થશે. હવે સમારેલી મેથી ની ભાજી ઉમેરી લો.

5 મિનિટ બાદ જોઇ લો. હવે કોથમીર અને લસણ ઉમેરો બરાબર મિક્સ કરી લો. ઢોકળી સર્વીંગ ડીશમા કાઢી રોટલા, ખીચીયા અને અથાણું સાથે સર્વ કરો.

રેસિપી & ફોટો સૌજન્ય:- ઉર્મીબેન દેસાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here