સ્પે.સુરતી વાનગી, જે માત્ર શિયાળામાં બનાવામાં આવે છે એવું લીલા લસણનું કાચું

0
12

આ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગીમાં લીલા લસણનો સ્વાદ મુખ્ય હોય છે એટલે બીજા મસાલાનો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. અને ખાસ કરીને શિયાળામાં બનાવીને ખાવામાં આવે છે.

સામગ્રી:-

૫ નંગ બાફેલા બટેટા

૭૦૦ ગ્રામ લીલુ લસણ જીણુ સમારેલુ

૧ કપ દૂધ

૧ વાડકી મલાઈ

૧ આદુ નો ટુકડો

૧/૨ ચમચી મરી પાવડર

૨ ચમચી વાટેલું લીલુ મરચું

૧ ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદાનુસાર

૧૦૦ ગ્રામ પનીર

૪ – ૫ ચમચા તેલ

રીત:-

સૌ પ્રથમ બટેટાને કૂકરમા બાફી લેવા, કૂકર ઠંડુ પડે એટલે તરત બટેટાને ગરમ જ છોલી લેવા, હવે એક ખાંડણી મા આદુનો ટુકડો ખાંડી, એમાં મરી પાવડર નાખી આદુ સાથે મિક્સ કરી તેમા બટેટાને નાખી ખાંડણી મા ખાંડી લેવા પછી તેમા થોડુ થોડુ દૂધ ઉમેરતા જઈ ઘૂંટી ( ફીણી) લેવા.

ત્યારબાદ ફીણીને તૈયાર કરેલા બટેટાને એક થાળીમાં કાઢી લેવા પછી તેમા મલાઈ ઉમેરી બટેટાને હથેળી વડે ફરી ફીણી લેવા, હવે તેમા લીલુ મરચું અને મીઠું નાખીને ફરી ફીણવુ, હવે તેમા જીણુ સમારેલુ લીલુ લસણ ઉમેરી બધુ બરાબર મિકસ કરી ફરીથી ફીણી લઈ હવે ગરમ મસાલો અને તેલ નાખી ફરીથી ફીણી લેવું.

લીલા લસણ નું કાચુ તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર છીણેલા પનીર થી ગાર્નિશ કરી ઉપર થોડુ લસણ અને તેલ નાખી. સર્વ કરવુ. લીલા લસણ ના કાચાને જુવાર ના ઠંડા રોટલા સાથે સર્વ કરવુ.

રેસિપી & ફોટો સૌજન્ય:- વિધા હલવાવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here