શિયાળુ સ્પેશીયલ લસણિયા તાજા ગાજર

0
11

શિયાળુ સ્પેશીયલ લસણિયા તાજા ગાજરનું આવુ અથાણું તમે ક્યારેક ઘરે બનાવીને ટ્રાઈ જરૂર કરજો, સ્વાદમાં ખુબજ સરસ લાગે છે.

સામગ્રી :-

1) બે મોટા ગાજર

2) અડધી ચમચી મીઠુ

3) એક ચમચી લાલ મરચુ પાવડર

4) બે ચમચી ધાણાજીરુ પાવડર

5) એક ગાઠિયો વાટેલુ લસણ

6) બે ચમચી તેલ

રીત:-

સૌથી પહેલા બે મોટા ગાજર લો. ગાજર ધોઈને કપડાથી કોરા કરો. ગાજરનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાપી લો અને ગાજરની છાલ ઉતારી લો, ત્યારબાદ ગાજરની નાની – નાની અને પાતળી ચીરો કરો.

ગાજરનો વચ્ચે નો પીળો ભાગ કાઢી નાખો અને એક બાઉલમાં ગાજરની પાતળી ચીરો લઈ, તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરુ, વાટેલુ લસણ અને તેલ નાખી સરખી રીતે મિક્સ કરો. લસણિયા તાજા ગાજર ની ચીરો ખાવા માટે તૈયાર છે. જો તમને કોથમીર ભાવતી હોય તો આમા મિક્સ કરી શકાય. સર્વીગ બાઉલમાં નાખીને ખાવાના ઉપયોગમાં લો.

નોધ :- ફીજમા બે દિવસ માટે રાખી શકાય છે. આ વાનગી ને તમે ગાજર નો કાચો સંભારો પણ કહી શકો.

રેસિપી & ફોટો:- ભારતી માણેક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here