ગુજરાતી લગ્ન પ્રસંગોમાં ભાત માટે બનતી દાળ

0
17

લગ્ન પ્રસંગોમાં બનતી દાળ કોને નથી ભાવતી ? લગભગ બધાને આ દાળ ભાવતી હોય છે, તો આજે આપણે એજ સ્વાદ અને સુગંધ ધરાવતી દાળ ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.

સામગ્રી:

1 વાટકી તુવેરની દાળ

100 ગ્રામ સુરણ

10 નંગ સીંગદાણા

1 ચમચી રાઈ અને જીરું

1/4 ચમચી હિંગ

1 તમાલપત્ર

1 લાલ સુકું મરચું

1/2 બાદીયા ફુલ

1 ટમેટું ઝીણું સમારેલું

1 ચમચી ધાણાજીરૂ

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી હળદર

2 ચમચી લાલ મરચું

1 લીલું મરચું

1 ટુકડો આદુ

3 ચમચી ગોળ

1 ચમચી આંબલી

2 ચમચી તેલ

1 ચમચી નાળિયેર નું તાજુ છીણ

1 ચમચી સમારેલી કોથમીર

5 થી 6 મીઠો લીમડો નાં પાન

મીઠું સ્વાદ અનુસાર

રીતઃ-

ગુજરાતી વરા ની દાળ બનાવવા માટે તુવેરની દાળ ને ધોઈ ને.. તેમાં સુરણ સાફ કરી ને સમારીને સાથે જ બાફી લો.. કુકર માં પાણી નાખીને બાફી લો, ત્યારબાદ દાળ ને જેરી લો..અને એકરસ કરી લો..

હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું, મેથી ના દાણા, તમાલપત્ર, સુકા મરચા, લીમડાના પાન , બારીયાના ફુલ નાખી નેં.. તતડે એટલે હિંગ નાખી નેં લાલ ટામેટા નાખી.ને લાલ મરચું પાવડર અને હળદર નાખીને તરત તુવેરની દાળ ને ઉમેરો.

ગોળ આંબલી નાખીને , લીલા મરચા આદુ ની પેસ્ટ ઉમેરવી, બધો જ મસાલો નાખી નેં બરાબર ઉકળવા દો, ત્યાર પછી ઉતારી ને સમારેલી કોથમીર નાખી નેં નાળિયેર નું ખમણ નાખી નેં ભાત સાથે સર્વ કરો.

રેસિપી & ફોટો:- સુનિતાબેન વાધેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here