હા જોતા મોઢા માં પાણી આવે…સાંજે ડીનર માં બનાવો કે નાસ્તા માં…બધા ખુશ.. પેટ ના ભરાય તો..સાથે લચકા મસાલા ખીચડી મૂકી દો… દૂધ મા રોટલી..રોટલા ને ચોળી દો..

મારાં ઘરે તો…પહેલા ગરમાગરમ થાળી…ના ઢોકળા…ઉપર તેલ….પછી…મોડા ભૂખ લાગે તો..પછી તેને વઘાર કરી વઘારી દવ…બસ ..બીજું કાંઈ જ નહીં.
ચોખા માં તમે અવેલેબલ…ગમતી દાળ નાખી…બનાવી શકો…સ્વાદ સરસ જ આવશે..

મે અહી..ચોખા માં ચણા ની દાળ, તુવેર દાળ, મગ ની દાળ લીધી છે…(પ્રમાણ જોઈએ તો….3 વાટકી ચોખા માં…દોઢ વાટકી મીક્ષ દાળ) પલાળી…વાટી…આથો લાવી…ઢોકળા બાફી તૈયાર કર્યા છે..
ઢોકળા સોફ્ટ થવા માટે …વાટેલા ખીરા મા દહી નાખી..ગરમ જગ્યાએ…6 થી 7 કલાક મૂકી…તૈયાર કરો. બીજા તપેલી મા જોઈ તુ..આથા આવેલ ખીરું કાઢી…મીઠું, હળદર, બારીક મરચાં કાપી, આદુ છીણી…3 એક ચમચી તેલ નાખી…ફેંટી લો…પછી પીંચ ખાવા ના સોડા પર થોડું પાણી રેડી…હલકા હાથે ફેંટી…

ગરમ કરેલ ઢોકળા પાત્ર માં મૂકી…ઢોકળા સ્ટીમ કરી…લસણ, ગ્રીન ચટણી સાથે…તેલ રેડી…કે વઘારી સ્વાદ માણો… બસ આમ કરવા થી..ઢોકળા તમારા સોફ્ટ થવાના જ..
રેસિપી & ફોટો:- મેધના સાડેકર