તમે આ ઇટાલિયન લસણ પાક તેલ માં પણ બનાવી શકો પણ લસણ વધારે ખાયયે તો ગરમ પડે એટલે આને ફુલ ઠંડી પડે ત્યારે જ બનાવાય અને તે પણ ઘી માં બનાવો તો વધારે સારુ… ટેસ્ટ માં પણ ખુબજ ટેસ્ટી ને ઠંડી માં ગરમાતો પણ સારો આપે છે.

સામગ્રી:-
250 ગ્રામ લીલું લસણ (બારીક સમારેલું)
1વાટકી લીલા કાંદા (બારીક સમારેલા)
1વાટકી પીળા કેપ્સિકમ (બારીક કાપેલા)
1વાટકી મકાઈ ના દાણા (બાફેલા)
1વાટકી સૂકા કાંદા (બારીક કાપેલા)
1વાટકી ચોખ્ખું ઘી
1ચમચી જીરું
મીઠું, મરચું સ્વાદમુજબ

રીત:-
સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી નાંખી ગરમ થાય એટલે એક ચમચી જીરું નાંખી તેમાં સૂકો કાંદો નાંખી એને થોડીવાર થવા દો, હવે એમાં લીલો પીળા કેપ્સિકમ, મકાઈ ના દાણા નાંખી થોડીવાર ચડવા દો હવે તેમાં મીઠું, લીલું મરચું નાંખી હલાવો.
હવે તેમાં લીલો કાંદો ને લીલું લસણ નાંખી હલાવો બધું મીક્ષ થાય એટલે છેલ્લે ધાણા પાવડર નાંખી હલાવી દો… હવે તૈયાર છે આપણું ઇટાલિયન લસણ પાક. આ ઇટાલિયન લસનપાક ને તમે ખીચીયા પાપડી ને ફુલ્કા રોટલી સાથે સર્વ કરો… ખૂબ જ સરસ લાગશે.

ટિપ્સ:- બાળકો ને આ ઇટાલિયન લસનપાક ની સબ્જી આલુ પરાઠા ની જેમ ખવડાવશો તો બાળકો ને પણ ખુબજ ભાવશે.
ફોટો & રેસિપી સૌજન્ય:- રીમ્પલ જરીવાલા