સામગ્રી:-
પાપડી ના દાણા 1કપ
તુવેર ના દાણા 1/2કપ
પાલક 1કપ

મેથી 2કપ
આદુ મરચાં પેસ્ટ 2ચમચી
લીલું લસણ, કોથમીર
અજમો,
સૂકા મરચાં,
તમાલ પત્ર,

લવિંગ,
હિંગ,
તલ,
કોપરા છીણ,
હળદર,
ધનીઆ પાવડર,

મીઠું
તેલ
ખાંડ
લીંબુ
રીત:-

મુઠીયા બનાવવા માટે બાઉલમાં મેથી ભાજી 3ચમચી તેલ મીઠું આદુ મરચાની પેસ્ટ, ખાંડ અજમો હલદી ધનીઆ પાવડર હીંગ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો થોડી વારે રેવા દો. હવે તેમાં 1/2કપ ચણાનો લોટ,1/4કપ ઘ ઉનો લોટ,2ચમચી રવો
2ચમચી ચોખા નો લોટ 1 ચમચી લીંબુનો રસ અને ચપટી સોડા નાખી અને થોડું પાણી ઉમેરી લોટ બાંધી મુઠીયા બનાવી તળીલો.
હવે પાલક બ્લાનચ કરો ઠંડી પડે પેસ્ટ બનાવી લો, કૂકર માતેલ મુકી અજમો નાખી બંને દાણા નાખી મીઠું હલદી નાખી 2વહીસલ કરી લો. એક લોયા તેલ મૂકી તેમાં મરચાં, તમાલપત્ર હીંગ અજમો તલ નાખી આદુ મરચાની પેસ્ટ પાલક ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી ચડેલા પાણી સાથે દાણા નાખી દો.

ઊકળે એટલે તળેલા મૂઠિયાં ઉમેરો સાથે હલદી ધનીઆ પાવડર મીઠું ખાંડ કોપરા ખમણ લીલું લસણ કોથમીર નાખી થોડી વારે ચડવા દો, વઘાર મા પણ લીલું લસણ નાખ્યું હતું .શાક સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરી 1ચમચી લીંબુ નો રસ નાખી કોથમીર લીલું લસણ થી શણગારો.
રેસિપી & ફોટો સૌજન્ય:- હર્ષા લંગાલિયા