શિયાળા સ્પેશિયલ ગુંદની રાબ, મહિલાઓ માટે ખુબજ લાભદાયક વાનગી.

0
15

ગુંદર અથવા આપણે જેને ગુંદ પણ કહીએ છીએ, તો ચાલે પહેલા તેના વિશે જાણીએ. ગુંદર ખાવાથી આપણા હાડકા મજબુત થાય છે અને આપણી ઈમ્યુનીટી સિસ્ટમ પણ સારી થાય છે. ઠંડીમાં આ રીતે સવાર સવારમાં ગુંદ ની રાબ બનાવીને પીવાથી કમરનાં દુખાવામાં પણ રાહત મળે છે અને ખાવામાં પણ મજા આવી જાય છે.

ગુંદ શું છે એની વાત કરી એ તો ગુંદ એ વિવિઘ પ્રકાર ના વૃક્ષો પર માનવો થી ચીરા પાડી ને અથવા તો કુદરતી રીતે કોઇ વસ્તુ અથડા તા તે વૃક્ષ માંથી નીકળતું પ્રવાહી કે જે સમય જતા સુકાય છે અને કઠણ સ્વરૂપ ધારણ કરે છે. વિવિઘ પ્રકાર ના ગુંદ બજારમાં મળતા હોય છે. વાનગી બનાવા માટે હુ આ ગુંદ બાવળ નો લાવી છુ. જે મહિલા માટે ખુબજ લાભકારક છે.

સામગ્રી:-

ગુંદ – 1 નાની વાટકી

ઘી – 3 ચમચી

કાજુ,બદામ, અખરોટ નો ભૂકો – 1 ચમચી

સૂંઠ પાવડર- એક નાની ચમચી

ગંઠોડા પાવડર- એક નાની ચમચી

સૂકા કોપરા નુ છીણ- એક નાની ચમચી

ગોળ – 3 ચમચી

રીત:-

પહેલા ગોળ નુ પાણી ત્યાર કરી લેવાનુ છે તે માટે 1 ગ્લાસ પાણી માં 3 ચમચી ગોળ નાંખી ઓગળી લેવાનો છે ત્યાર બાદ એક કડાઈ માં ઘી ગરમ કરી તેમા થોડો ગુંદ નાંખી તળી લેવો. ફરી વખત થોડો ગુંદ નાખી તળી લેવો આવી રીતે બધો ગુંદ વારા ફરતી તળી લેવાનો છે.

ત્યારબાદ તળાય ગયેલો બધો ગુંદ પાછો એજ કડાઈ મા નાખી દેવો તેમા ગોળ નુ પાણી નાખી દેવુ ત્યારબાદ તેમા કાજુ,બદામ, અખરોટ નો ભૂકો કોપરા નુ છીણ, સૂઠ પાવડર, ગંઠોડા પાવડર બધુજ એમા નાંખી દેવાનુ છે ત્યારબાદ ગુંદ ઓગળી જાય ત્યા સુધી ઉકાળવાનુ છે ગુંદર ઓગળી ગયા બાદ એક ઘટ્ટ મિશ્રણ થઇ જશે તો ત્યાર છે તમારી ગુંદર ની રાબ.

રેસિપી & ફોટો સૌજન્ય:- જીગુ જેઠવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here