દાલ પાલક

0
16

દાલ પાલક સ્વાદમાં ખુબજ ટેસ્ટી બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે, તો ચાલો આપણે જાણીએ તેને બનાવની રીત..

સામગ્રી:-

૧ કપ તુવેર દાળ

૧ કપ મગ ની પીળી દાળ

૧ જુડી પાલક

૧ નંગ ટમેટું

૧ નંગ ડુંગળી

વઘાર માટે તેલ

મસાલા:-

૧ ચમચી મરચું પાઉડર

૧ ચમચી ધાણજીરૂ પાવડર

૧/૨ હળદર પાવડર

ચપટી હિંગ

૧ ચમચી ગરમ મસાલો

તજ

સ્વાદનું સાર મીઠું

જરૂર પ્રમાણે પાણી

કોથમીર

આદુ, મરચા, લસણ ની પેસ્ટ

રાઇ જીરૂ

દાલ પાલક બનાવની રીત:-

સૌ પ્રથમ દાળ ધોઈ ને કુકર માં બાફી લો, પછી બીજી બાજુ ડુંગળી, ટમેટું, પાલક સમારો, આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવો. ત્યારપછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નાખો, ત્યારબાદ તેમાં તજ નાખો પછી તેમાં ચપટી હિંગ અને હળદર નાખો, પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો, ડુંગળી નાખો પછી હલાવો.

ડુંગળી બદામી રંગની થાય પછી ટામેટા નાખો અને હલાવો, પછી તેમાં સમારેલી પાલક નાખો, ત્યારબાદ થોડી વાર બફાવા દો ત્યારપછી તેમાં બાફેલી દાળ નાખો અને બધા મસાલા ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી નાખી હલાવતા રહો અને ધીમી આંચ પર ઉકળવા દો. અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસિપી & ફોટો:- હેઝલ પંડયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here