દાલ મખની

0
14

આ પંજાબની ખુબજ ફેમસ ડિશ છે દાલ મખની, જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. આજે જ ઘરે બનાવીને જરૂર ટ્રાઈ કરજો, અને કેવી બની એ અમને કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

સામગ્રી:-

૧ વાડકી આખા અડદ

૧/૨ વાડકી રાજમાં

૫ નંગ ડુંગળી

૨ નંગ ટામેટા

૮ કળી લસણ

નાનો ટુકડો આદુ

૪ નંગ લીલા મરચા

૨ ચમચી મગજતરી ના બી

૨ ચમચી ખસખસ

૧/૪ કપ દૂધ

૧/૨ કપ મલાઈ

૧ ચમચી બટર

૨ ચમચી લાલ મરચું પાવડર

૧/૨ ચમચી હળદર

૧ ૧/૨ ચમચી ધાણાજીરૂ

૨ ચમચી કિચન કિંગ મસાલો

૩ નંગ લવિંગ

ટુકડો તજ નો નાનો

૨ નંગ ઈલાયચી

૨ સૂકા લાલ મરચા

૧ નંગ તમાલપત્ર

૧ ચમચી જીરૂ

૮ ચમચી તેલ

સ્વાદ અનુસાર મીઠું

બનાવા માટેની રીત:-

સૌપ્રથમ એક બાઉલમાં આખા અડદ અને રાજમા લઈ તેને બરાબર ધોઈને ૮ કલાક પલાળી રાખવા . ત્યારબાદ તેને છ સીટી બોલાય ને બાફી લેવા . હવે મિક્સર જારમાં મગતરી ના બી, ખસખસ અને દૂધ ઉમેરીને તેને ચન કરી તેની પેસ્ટ તૈયાર કરો . હવે એક મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, આદુ-લસણ-મરચાં ઉમેરીને તેને બરાબર ચન કરીને પેસ્ટ તૈયાર કરો .

હવે કઢાઈમાં તેલ મૂકો તેમાં જીરું, આખા સૂકા લાલ મરચાં, તજ,લવિંગ, તમાલ પત્ર, ઈલાયચી ઉમેરીને બરાબર શેકો.તેમાં ડુંગળી, ટામેટાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને તેને બે મિનિટ માટે સાંતળો . તેમાં હવે ખસખસ અને મગજ કરીને પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળી લો . તેમાં લાલ મરચાનો પાવડર, હળદર, ધાણાજીરુ, કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો . ત્યારબાદ તેમાં અડધો કપ પાણી ઉમેરીને મસાલાને ચઢવા દો . તેમાં હવે બાફેલા રાજમા અને આખા અડદ ને એકવાર ક્રશ કરીને ઉમેરો .

હવે મિક્સર જારમાં મગતરી ના બી, ખસખસ અને દૂધ ઉમેરીને તેને ચન કરી તેની પેસ્ટ તૈયાર કરો . હવે એક મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, આદુ-લસણ-મરચાં ઉમેરીને તેને બરાબર ચન કરીને પેસ્ટ તૈયાર કરો‌ .

ત્યારબાદ હવે તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દો . હવે આપણી દાલ મખની ને એક બાઉલમાં લઈ તેની ઉપર બટર ઉમેરીને સર્વ કરો .આપણી દાલ મખની તૈયાર છે . તેને બટર રોટી,જીરા રાઈસ અને ડુંગળી જોડે સર્વ કરો .

રેસીપી સૌજન્ય:- નયના નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here