જ્યારે પણ આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણા પરીવારમાં એક વ્યક્તિ એવી હોય જ જેને દાલફ્રાય અને જીરારાઈસ ખુબજ ભાવતા હોય છે, તો ચાલો આપણે આજે દાલફ્રાય અને જીરારાઈસની રેસિપી જાણીએ.

સામગ્રી:-
૧ વાડકી તુવેરની દાળ
૧ વાડકી બાસમતી ચોખા
૨ નંગ ડુંગળી
૧ નંગ ટામેટા
૨ નંગ લીલા મરચાં
નાનો ટુકડો આદુ
૬ કળી લસણ
૧ નંગ લાલ મરચું
૬ ચમચી ઘી
૨ ચમચી જીરૂ
૧/૨ ચમચી હિંગ
૧ ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
૨ ચમચી લીંબુનો રસ
કોથમીર
દાલ ફ્રાય બનાવવાની રીત:-
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને તેને બાફી લો.હવે કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ઝીણી સમારેલી ડુંગળી ,લીલા મરચાં, આદુ ,લસણ સાંતળો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા સાંતળો . પછી તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો હવે બાફેલી તુવેરની દાળ ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકો તેમાં જીરું, હિંગ ,અને સૂકુ લાલ મરચું નાખો અને તેનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો અને કોથમીર ઉમેરીને સર્વ કરો. આપણી દાલ ફ્રાય તૈયાર છે.
જીરા રાઈસ બનાવવાની રીત:-
સૌપ્રથમ બાસમતી ચોખા પલાળી લો હવે એક તપેલીમાં પાણી મૂકી તેને બાફી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી લો તેમા જીરુ અને હિંગ ઉમેરો . હવે તૈયાર થયેલ વઘારને રાઇસ મા ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો. આપણા જીરા રાઈસ તૈયાર છે