અસલ રાજસ્થાની દાલ બાટી

0
16

દાલ બાટી રાજસ્થાનની ખુબજ પ્રખ્યાત વાનગી છે, તો આજે જાણો ઘરે કેવી રીતે સરળતાથી દાલ બાટી બનાવી શકાય.

સામગ્રી:

૧/૪ ચણા દાળ

૧/૪ તુવેર દાળ

૧/૪ અડદની દાળ

૧/૪ મગની મોગર દાળ

૧/૨ વાડકી ઝીણી સમારેલી ડુંગળી

૧/૨ વાડકી ઝીણા સમારેલા ટામેટા

૧/૪ વાડકી આદુ-મરચા-લસણની પેસ્ટ

૧ ચમચી ગરમ મસાલો

૧ ચમચી લાલ મરચું પાવડર

૧૧/૨ ચમચી ધાણાજીરું પાવડર

૧/૨ ચમચી હળદર પાવડર

૧ ચમચી જીરૂ

૨ નંગ સુકા લાલ મરચા

૨ નંગ તમાલપત્ર

મીઠા લીમડાના પાન

ચપટી હિંગ

સ્વાદ અનુસાર મીઠું

વઘાર માટે તેલ

બાટી બનાવવા માટે:

૪ વાડકી ઘઉંનો કરકરો લોટ

૧/૪ વાડકી ચણાનો લોટ

૧ ચમચી અજમો

૮ ચમચી તેલ

૧ વાડકી ગરમ પાણી

સ્વાદ અનુસાર મીઠું

તળવા માટે તેલ

રીત:

સૌપ્રથમ બધી દાળને મિક્સ કરીને ધોઈને બાફવા મુકી દો. દાર બફાઈ જાય એટલે તેને ગ્રાઈન્ડ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લો તેમાં જીરું ,હિંગ ,તમાલપત્ર, લાલ મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ મીઠા લીમડાના પાન અને ટામેટા નાખીને બરાબર સાંતળી લો.

ત્યારબાદ તેમાં લાલ મરચું ,હળદર ,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને તેલ છૂટે એટલે ગ્રાઈન્ડ કરેલી દાળમાં ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર હલાવી લો. હવે દાળને પાંચ થી દસ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો.

સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ લો. ત્યારબાદ ચણાનો લોટ અજમો તેલ મિથુન ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેને ગરમ પાણી પાણી ઉમેરીને બાકી ભરાય તેવો લોટ બાંધી લો. હવે તેના નાના નાના લુઆ લઈને બાટી તૈયાર કરો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવે એટલે ધીમા તાપે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બાટીને તળી લેવી. આપણી દાલ બાટી તૈયાર છે.

રેસિપી & ફોટો:- નયના નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here