ડાકોર મંદિરમાં ભગવાનના ભોગ માટે બનતી સ્પેશિયલ ખીચડી

0
17

અમારા ફેમિલીમાં વર્ષોથી ધનુર્માસમાં ડાકોર જઈ ખાસ ખીચડી નો ભોગ ધરાવવાની પરંપરા છે જે છેલ્લા 50 વર્ષથી પણ વાળું સમયથી ચાલે છે.

આ વર્ષે કોવીડના હિસાબે ના જવાતા, મારાં 80 વર્ષના માતૃશ્રીએ, ડાકોર મંદિરના રસોઈયા પાસેથી રેસીપી લઇ અને ઘરેજ બનાવી, ભગવાનને ધરાવી. આજે આપ સૌની સાથે, તે રેસીપી અહીં મુકતા હું ખુબ ગૌરવ અનુભવું છું. આ ખીચડી સાથે,ભરેલા રીંગણનું શાક, દહીંમાં બનાવેલ રીંગણનો ઓળો, અડદની દળ ના વડા, કઢી, તળેલા પાપડ, કોચલા, સૂકો ગવાર, વગેરે પીરસવામાં આવે છે.

250 ગ્રામ જીરાસાર ચોખા

125 ગ્રામ તુવેરની દાળ

50 ગ્રામ લીલી તુવેરના દાણા

30 ગ્રામ લીલી હળદર

30 ગ્રામ આદુ

150 ગ્રામ ઘી

125 ગ્રામ ખાંડ

25 ગ્રામ મીઠું

30 ગ્રામ હળદર

25 ગ્રામ કાજુ ના ટુકડા

40 ગ્રામ સૂકી દ્રાક્ષ

40 ગ્રામ ખારેકના ટુકડા

25 ગ્રામ બદામ ની કતરણ

10 ગ્રામ પિસ્તા

10 ગ્રામ ચારોળી

15 ગ્રામ મેથીના દાણા

5 ગ્રામ હિંગ

5 ગ્રામ તજ નો ભૂકો

5 ગ્રામ જાયફળ નો ભૂકો

4 ગ્રામ જાવંત્રી નો ભૂકો

20 ગ્રામ સફેદ મરી નો ભૂકો

5 ગ્રામ ઈલાયચી નો ભૂકો

બનાવાની રીત:-

સૌથી પહેલા પલાળેલી દાળ ઓરવી. દાળનું પેટુ ફાટે એટલે ચોખા, મીઠું, હળદર, લીલી તુવેરના દાણા, લીલી હળદર, આદુ અને મેથી ના દાણા ઉમેરવા અને તપેલી ઢાંકી છૂટી ખીચડી થવા દેવી. બીજી બાજુ ઘી ગરમ કરી, તેમાં ધીમા તાપે કાજુ, બદામ,પિસ્તા ખારેક અને ચારોળી સાંતળવા અને ગેસ બંધ કરી દેવો.

એક વાર ખીચડી ચઢી જાય એટલે બધા મસાલા તેમાં મિક્સ કરી ને પાણી નું પ્રમાણ સરખું કરી સીજવા દેવી. તો આ લો ડાકોર ની ધનુર્માસ ની ખીચડી ભગવાન ને ધરાવવા માટે તૈયાર.

રેસિપી & ફોટો સૌજન્ય:- તુષારભાઈ મોદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here