ભરવા ટમેટાંના ભજીયા

0
15

આજે તો અમે” લાલાકા ધાબા” દિલ્હીના બહુ વખણાંતા ભરવા ટમેટાં ના ભજિયા, કોઈ કજીયા વગર ખવડાવવાના પ્લાન સહ આવ્યા છીએ. આ ભજીયા ટેસ્ટમાં ખુબજ સરસ બંને છે, તો તમે પણ ટ્રાઈ જરૂર કરજો.

સામગ્રી:-

પાકેલા કડક ટમેટાં (દેશી નહીં ચાલે)

બાફેલા બટેટા

વટણાં

આદુ અને મરચાં પેસ્ટ

બારીક કાપેલ કાંદા

બારીક કાપેલ કોથમીર

રોજીદાં મસાલા

ચણાનો લોટ

તળવા માટે તેલ.

ટેસ્ટી ભજીયા બનાવાની રીત:-

મીડીયમ સાઈઝના ટમેટાં લઈ તેને ઉપરના ભાગથી થોડું કાપી લો, ઉપરની બાજુથી કપાયેલા ભાગને બાજુ પર રાખી મુકો, ત્યાર બાદ ટમેટાં નો ગર્ભ કાઢી લેવો. હવે એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમા તજ, લવિંગ, લસણ વગેરે નાખી ખરલમા ખાંડી તેને બાજુપર મૂકી દેવું, ત્યાર બાદ વાઘારમાં પહેલા અડદ દાળ, રાઈ, જીરુ, અને આદુ-મરચાની પેસ્ટ નાખીને બારીક કાપેલ કાંદા સાતળવા.

ત્યારબાદ બાફેલ બટેટાનો માવો નાખી સૂકા મસાલા+ આમચૂર પાવડર, વરીયાળીનો પાવડર, સંચળ ગરમ મસાલો એડ કરી પૂરો માવો સીઝવા દો, કોથમીર ભભરાવીને આ માવો ટમેટાં ના પોલાણમાં દાબીને ભરી લો, ત્યારબાદ ઉપર કારેલા ટમેટાંની કેપ બેસાડી, પૂરા ટમેટાને ભજીયાને બોળવા માટે બનાવેલા મિક્ષણમાં જબોળી ભજીયાની માફક તળી ઉતારવા .લીલીતિખી -મીઠી ચટની સાથે સર્વ કરો એકના બે પીસ કરી પીરસવાની સહેલાઈથી મોમાં મૂકી ટેસ્ટ કરી શકાય.

રેસિપી અને ફોટો સૌજન્ય:- સ્પંદન પારેખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here