” બાજરીની ખીચડી “

0
6

શિયાળામાં હેલ્ધી વાનગીઓ ખાવાની બહુ મજા આવે. આપણે ખાસ કરીને ઠંડીની ઋતુમાં બાજરી વધારે ખાતા હોઈએ છે. બાજરીના રોટલા તો અવારનવાર બનતા જ હોય છે, પણ આજે હું તમારા માટે લાવી છું ” બાજરીની ખીચડી ” ની રેસીપી. તો રેસીપી કેવી લાગી..? એ જરૂરથી જણાવજો..!

જરૂરી સામગ્રી:-

– બાજરી ૧ વાટકી

– ચોખા ૧/૨ વાટકી

– તુવેરની દાળ ૧/૨ વાટકી

– લીલા વટાણા ૧ વાટકી

– લીલી તુવેરના દાણા ૧/૨ વાટકી

– ઝીણું સમારેલું લીલું લસણ ૩ થી ૪ ચમચી

– ઝીણા સમારેલા લીલાં મરચાં ૪ થી ૫ નંગ

– મીઠા લીમડાના પાન

– ઝીણી સમારેલી કોથમીર

– હળદર અને મીઠું સ્વાદ અનુસાર

– તેલ અને હિંગ વઘાર માટે

બનાવવાની રીત:-

– બાજરીની ખીચડી બપોરના ભોજનમાં બનાવવા માટે આગલા દિવસે સાંજે બાજરી ને પલાળી દો.

– બીજા દિવસે ખીચડી બનાવો તે પેહલા પલાળેલી બાજરીનું બધું પાણી નિતારી લઈ બાજરી ને મિક્ષ્ચર માં અધકચરી દળી લો. દાળ – ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

– કૂકરમાં ૨ લોટા પાણી રેડી ૮ થી ૧૦ મિનિટ ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં બાજરી, ચોખા, દાળ, લીલા વટાણા, લીલી તુવેરના દાણા, મીઠું અને હળદર નાખી બધું બરાબર મિક્સ કરી ૪ થી ૫ સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.

– કૂકર ઠંડુ થાય એટલે ખીચડી ને ચેક કરી લો, બાજરીના દાણા ચડી ગયા છે કે નઈ ? બાજરીના દાણા માં થોડી કચાશ રહી ગઈ હશે જેથી તેમાં અડધો કે એક લોટો પાણી ઉમેરી ધીમા તાપે સિઝવા મૂકો. ( કુકરનું ઢાંકણ બંધ કરવાનું નથી, અથવા તપેલામાં પણ કરી શકો છો.)

– હવે તેલ ગરમ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી ૧ થી ૨ મિનિટ માટે સાંતળી લો.

– ત્યારબાદ તૈયાર કરેલા વઘારને ખીચડીમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

– ખીચડીમાં પાણી બરી જાય એટલે કે ખીચડી સરસ સીઝી ( ચડી ) જાય પછી, ખીચડી થોડી ઢીલી રાખી ગેસ બંધ કરી કોથમીર થી ગાર્નિશ કરો.

– તો તૈયાર છે ગરમાગરમ ” બાજરીની ખીચડી “…!! રીંગણના સંભાર અને કઢી સાથે સર્વ કરો..

રેસિપી & ફોટો સૌજન્ય:- ગાયત્રીબેન મયુરભાઈ દરજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here