કાઠિયાવાડી અડદની દાળ

0
15

હમણાં શિયાળામાં ઠંડી માં ગરમાગરમ અડદની દાળ અને બાજરી ના રોટલા.. સાથે લસણીયુ મરચું, લીલા મરચા, મુળા , ટામેટા, ગાજર, નું સલાડ, ગોળ, દહીં કે છાશ..બસ.. મારુ તો આ મનપસંદ ભોજન ..સાદો. કાઠીયાવાડી ખોરાક..

સામગ્રી:-

1 વાટકી અડદની દાળ

1 ચમચી હળદર

મીઠું સ્વાદ અનુસાર

1 ચમચી ધાણાજીરૂ

2 ચમચી ઘી અથવા તેલ

1/4 ચમચી જીરું

1 ચપટી હિંગ

2 લીલા મરચા ઝીણા સમારેલા

1/2 ચમચી આદુની પેસ્ટ

5 મીઠાં લીમડાના પાન

2 ચમચી લીલું લસણ સમારેલું

1 ચમચી સમારેલી કોથમીર

રીતઃ

એક કુકરમાં બે ગ્લાસ પાણી ઉમેરી ને મીઠું અને હળદર નાખીને પાણી ઉકળે એટલે અડદની દાળ ધોઈ ને ઉમેરો અને તેમાં એક ચમચી ઘી નાખીને કુકર બંધ કરી લો અને બે સીટી પાડી ને બાફી લો..

હવે કુકર ઠરે એટલે ખોલીને એક પેનમાં ઘી મુકી ને તેમાં જીરું નાખી તતડે એટલે.. હીંગ ઉમેરો અને લીલાં મરચાં, લીલું લસણ , આદુ ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી દાળ માં આ બધું મિક્સ કરી લો..

ધાણાજીરૂ નાખીને કોથમીર નાખી નેં ગરમાગરમ બાજરી ના રોટલા સાથે સર્વ કરો..

રેસિપી & ફોટો સૌજન્ય:- સુનિતાબેન વાધેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here